HomeFast Track Bharat no Itihas [MRP 270/-]
Fast Track Bharat no Itihas [MRP 270/-]
Fast Track Bharat no Itihas [MRP 270/-]Fast Track Bharat no Itihas [MRP 270/-]Fast Track Bharat no Itihas [MRP 270/-]
Standard shipping in 8 working days

Fast Track Bharat no Itihas [MRP 270/-]

 
₹195
Product Description

ભારતનો ઈતિહાસ તમામ પરીક્ષાઓ માટે કોમન હોવા ઉપરાંત ખૂબ જ રસપ્રદ, મહત્વપૂર્ણ અને સ્કોરિંગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક સાથે અલગ અલગ ઘણી પરીક્ષાઓની એકસાથે તૈયારી કરતા હોય છે, જેનું લેવલ પણ અલગ અલગ હોય છે. જેથી વિદ્યાર્થીઓને સમયનો અભાવ નડે છે. તેઓ સમય મર્યાદામાં યોગ્ય અને પૂરતી તૈયારી કરી શકતા નથી. શું વાંચવું, શું ન વાંચવું, કઈ રીતે અને ક્યાંથી તૈયારી કરવી જેવા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓ મૂંઝાય છે.

આ બુક એમ. કે. પ્રજાપતિ (Dy. Collector) ના મુખ્ય 4 કન્સેપ્ટના આધારે સાયન્ટીફીક રીતે બનાવવામાં આવી છે. 1. એક બુક બધી જ પરીક્ષાઓ : જેથી અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ બુક્સ વાંચવાની જરૂર ન પડે. 2. 10 બુક્સ એક વાર વાંચવા કરતાં એક સારી બુક 10 વાર વાંચવી વધુ સારી. 3. કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય, આટલું તો આવડવું જ જોઈએ. 4. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડે એટલી સચોટ તૈયારી થાય.

વર્તમાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સ્તર જોતાં સમય જતાં પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો જોતાં, ઊંડાણમાં તૈયારી કરવી જરૂરી છે. તે સાથે જ ઓછા સમયમાં આ તૈયારી થાય એ પણ એટલું જ જરૂરી છે. ડીપમાં તૈયારી કરવા અને પરીક્ષા પહેલાં ફાસ્ટ રિવિઝન કરવા માટે આ બુક માસ્ટર સ્ટ્રોક સમાન છે. આ બુક ક્લાસ-1, 2 અને 3 કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મસ્ટ હેવ બુક છે.

આ બુકમાં ટોપિકવાઈઝ તમામ પ્રકારનાં 6600થી વધુ તથ્યો એક સાથે આપવામાં આવ્યાં છે. જેનાથી નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાતી પ્રિલીમ પરીક્ષામાં અને મેઈન્સ બંને પ્રકારની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ બુકની તૈયારી કર્યા બાદ આપ સરળતાથી ઉત્તર આપી શકશો.

ઓછા સમયમાં કોઈપણ પરીક્ષાની તૈયારી ડીપમાં કરવા માટે તથા પ્રિલીમ અને મેઈન્સ બંને પરીક્ષાઓની તૈયારી એક સાથે કરવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.

આ બુકમાં કેટલાંક તથ્યોને ટેબલ સ્વરૂપે આપવામાં આવ્યાં છે કે જેથી બુકની જાડાઈ ન વધે અને તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થઇ જાય.

આ બુક અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાઓને તો કવર કરે જ છે. સાથે સાથે આમાં અન્ય રાજ્યોની PCS, રેલવે, SSC જેવી વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નો અને વારંવાર પૂછાતા પ્રશ્નો મુજબ તથ્યોને સાંકળી લેવામાં આવેલ છે.

આ બુક ગાગરમાં સાગર સમાન છે અને વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય, આ બુક તો વાંચવી જ પડે અને આટલું તો આવડવું જ જોઈએ. એ પણ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ.

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now