Saarthak Jalso April 2014

Share
  • Ships within 7 days
70
Description

‘સાર્થક જલસો’ એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝીન.

રસાળ પણ છીછરી નહીં, મનોરંજક પણ ચીલાચાલુ નહીં, અભ્યાસપૂર્ણ પણ માસ્તરીયા નહીં, ઊંડાણભરી પણ શુષ્ક નહીં, સાહિત્યિક પણ પાંડિત્યપૂર્ણ નહીં, વર્તમાન સાથે નાતો ધરાવતી પણ છાપાળવી નહીં- એવી વાચનસામગ્રીનો સંચય એટલે ‘સાર્થક જલસો.’

ગુજરાતી વાચકોને બીજે ભાગ્યે જ વાંચવા મળે એવાં, તેમને વાંચવાં ગમે એવાં અને કેટલાંક તેમણે વાંચવાં જોઇએ એવાં ચુનંદા લખાણ, ચુસ્ત સંપાદન સાથે ’સાર્થક જલસો’માં પ્રગટ થાય છે. તેમાં છપાતાં લખાણનું મૂલ્ય લેખકના નામ કે લેખની લંબાઇ પરથી નહીં, માત્ર તેની ગુણવત્તાના આધારે નક્કી થાય છે.

(Price includes free shipping anywhere in India. Ships through courier/registered post in Gujarat and through registered post anywhere else in India)